ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Zule Zule Che Gabbar Ni Maat Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
જુલે જુલે ગબ્બરની માત Lyrics in Gujarati
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહી
ભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માને દરવાજે નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે
રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં
હાથે ખડગ ત્રિશુલ સોહાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે
માની સૌ દેવો આરતી ગાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે
ભક્તો જોઈને વિસરે ભાન, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
માએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં
મહીં ઝળકે છે તેજ અપાર, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી
ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…