તારી ધૂન લાગી બાપા | શ્રી ગણેશ ધૂન | ભક્તિ સંધ્યા ( Tari Dhun lagi bapa | Shree Ganesh Dhun | Bhakti Sandhya )
તારી ધૂન લાગી બાપા તારી ધૂન લાગી,
તારી ધૂન લાગી બાપા તારી ધૂન લાગી
શંકરજી ના પ્યારા તમારી ધૂન લાગી,
પાર્વતી ના ન્યારા તમારી ધૂન લાગી, તારી ધૂન …
કાર્તિકે ના ભ્રાતા તમારી ધૂન લાગી,
ઓખા ના વીરા તમારી ધૂન લાગી, તારી ધૂન …
ઉંદર વાહન વાળા તમારી ધૂન લાગી,
મોટા કાન વાળા તમારી ધૂન લાગી, તારી ધૂન …
એક દંત વાળા તમારી ધૂન લાગી,
મોટા ઉંદર વાળા તમારી ધૂન લાગી, તારી ધૂન …
બે હાથે તાલી પાડો રે | શ્રી ગણેશ ધૂન | ભક્તિ સંધ્યા ( be hathe tali pado re | Shree Ganesh Dhun | Bhakti Sandhya )
હે.. બે હાથે તાલી પાડો રે ગણપતિ બાપા રાજી રાજી થાય.
ગણપતિ બાપા ને શુ શુ ભાવે ?
ગણપતિ બાપા ને મોદક ભાવે,
મોદક લાવી આપો રે… ગણપતિ બાપા રાજી રાજી થાય. હે… બે હાથે….
ગણપતિ બાપા ને શુ શુ જોયે ?
ગણપતિ બાપા ને રિદ્ધિ સિદ્ધિ જોયે,
રિદ્ધિ સિદ્ધિ લાવી આપો રે… ગણપતિ બાપા રાજી રાજી થાય.. હે.. બે હાથે તાલી..
ગણપતિ બાપા ને શુ શુ જોયે ?
ગણપતિ બાપા ને જનોઈ જોયે,
જનોઈ લાવી આપો રે… ગણપતિ બાપા રાજી રાજી થાય.. હે.. બે હાથે તાલી..
ગણપતિ બાપા ને શુ શુ જોયે?
ગણપતિ બાપા ને ખેસ જોયે,
ખેસ લાવી આપો રે… ગણપતિ બાપા રાજી રાજી થાય.. હે.. બે હાથે તાલી..
ગણપતિ બાપા ને શુ શુ જોયે?
ગણપતિ બાપા ને ભક્તો જોયે,
ભક્તો લાવી આપો રે… ગણપતિ બાપા રાજી રાજી થાય.. હે.. બે હાથે તાલી..
હે.. બે હાથે તાલી પાડો રે ગણપતિ બાપા રાજી રાજી થાય.