મારો સોનાનો ઘડુલો રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Maro Sonano Ghadulo Re Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)
મારો સોનાનો ઘડુલો Lyrics in Gujarati
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…
હે પચરંગી પાઘડી વાલાને બહુ શોહે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…
હે અંગે અંગરખું વાલાને બહુ શોહે રાજ
હે કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…