Tuesday, November 19, 2024
HomeGujarati Garbaમાડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે  (Madi Tara Mandiriya Ma Ghantarav Gaje Garba...

માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે  (Madi Tara Mandiriya Ma Ghantarav Gaje Garba Lyrics Gujarati – Mataji Na Garba)

માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Madi Tara Mandiriya Ma Ghantarav Gaje Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

માડી તારા મંદિરીયામાં Lyrics in Gujarati

માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે
ઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે

લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી,
તેજ ભરીયું મુખડું જોઈ જાવ વારી-વારી,
ચાચર ચોકે ઉતરિયા માડી ગરબે રમવા આજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે

માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,
જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે,
ભીડ ભાંગી ભક્તોકેરી આશિષ દેતી જાજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments