ખોડીયાર છે જોગમાયા લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Khodiyar Che Jogmaya Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
ખોડીયાર છે જોગમાયા મામડીયાની Lyrics in Gujarati
ખોડીયાર છે જોગમાયા મામડીયાની
ખોડીયાર છે જોગમાયા…
રાજપરાયે આઈ ખોડીયાર બિરાજતા
પરચા અનેરા દેતા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી ને પારે માનતાઓ આવતી
ઘી લાપસી ના ખાણા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી ની પારે વાંઝીયાઓ આવતા
વાંઝીયાને પુત્ર દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી ની પાસે નીર્ઘનીયા આવતા
નિર્ધન ને ધન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી પારે આંધળાઓ આવતા
આંધળાને આખો દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી પારે પાંગળાઓ આવતા
પાંગળાને પગ દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…
માજી પારે કોઢિયાઓ આવતા
કોઢિયાને કાયા દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા…