જમવાને આવજો, ગણપતિ પધારજો | શ્રી ગણેશ થાળ | ભક્તિ સંધ્યા ( Jamvane aavjo ganapati padharjo | Shree Ganesh Thal | Bhakti Sandhya )
જમવાને આવજો, ગણપતિ પધારજો
ભોજનિયા ભાવનાને અંતરના લ્હાવના
પીરસીને ઘરિયો છે થાળ……બાપા જમવાને આવજો
મન ગમતી વાનગી ને ખૂબ નાખ્યા ખાંડ ઘી
આરોગો ભાવે મોદક……બાપા જમવાને આવજો
તાજા કીધાં છે શાક, ભકતોનો ના જોશો વાંક
ભાવે જમો દિલડાની દાળ……બાપા જમવાને આવજો
મનની મિઠાઇ અને ભાવ કેરો ભાત છે
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે……બાપા જમવાને આવજો
ઝારિમાં ભરિયા છે, પ્રેમ તણા વારિ
ભકતોની રાખજો ભાળ……બાપા જમવાને આવજો
સરયુના વારિ છે, પાન બીડા વારિ છે
અંતરના જોડયા છે તાર……બાપા જમવાને આવજો
આરતી ઉતારશું ને ફૂલડા વેરાવશુ
લૈવીગ સોપારી ને પાન ખવડાવશું
ગણપતિ તમ પર જાંઉ બલિહારી……. રે બાપા જમવાને આવજો
જમવાને આવજો, ગણપતિ પધારજો |