ગળધરેથી માજી નિસરીયા લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Galdhare Thi Maji Nisriya Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
ગળધરેથી માજી નિસરીયા Lyrics in Gujrati
ગળ ધરેથી માજી નિસરીયા
આવ્યા છે માટેલ ગામડે રે હા
આવ્યા છે માટેલ ગામડે રે હા
ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો
ગામ માટેલ ને ધરોમાં ઠેલીઓ
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા
બાર બાર વરસ ગાય રેઢી ચરી છે
ગોવાળને નોતી જાણ રે હા
ગોવાળને નોતી જાણ રે હા…
એક દિન ગોવાળ જીદે ચઢ્યો છે
એક દિન ગોવાળ જીદે ચઢ્યો છે
ગાયની પાછળ જાય રે હા
ગાયની પાછળ જાય રે હા
ગાય માતાજી હાલ્યા ધરામાં
ગોવાળે પૂછડું ઝાલીયું રે હા
ગોવાળે પૂછડું ઝાલીયું રે હા…
માજી બેઠા કાંઈ સોના હિંડોળે
માજી બેઠા કાંઈ સોના હિંડોળે
પૂછ્યું અલ્યા કેમ અહીં આવ્યો રે હા
પૂછ્યું અલ્યા કેમ અહીં આવ્યો રે હા
બાર બાર વરસ ગાય રેઢી ચરી છે
વરત આપોને મોરી માવડી રે હા
વરત આપોને મોરી માવડી રે હા…
જારના પાનડા માજી એ આપ્યા
જારના પાનડા માજી એ આપ્યા
ગોવાળે ધાબળે બાંધ્યા રે હા
ગોવાળે ધાબળે બાંધ્યા રે હા
ત્યાંથી ગોવાળ કઈ ધરા પર આવ્યો
પાન ધરાની પાસ નાખીયા રે હા
પાન ધરાની પાસ નાખીયા રે હા…
ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે
ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે
મૂર્ખે માજીને નવ ઓળખ્યા રે હા
મુરખ માજીને નવ ઓળખ્યા રે હા
ઘેર આવીને ધાબળો ખંખેર્યો
પાન સોનાનું એક દીઠું રે હા
પાન સોનાનું એક દીઠું રે હા…