Wednesday, November 20, 2024
HomeGujarati Garbaએક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી ( Ek Vanjari Julana Julti Thi Garba Lyrics - Mataji...

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી ( Ek Vanjari Julana Julti Thi Garba Lyrics – Mataji Na Garba)

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Ek Vanjari Julana Julti Thi lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી Lyrics in Gujarati

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી,

મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તી

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,

માની પાની સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ બીજે પગથીયે પગ મૂક્યો,

માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો

માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,

માના સાથળ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,

માની કેડ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,

માની છાતી સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,

માનાં ગળાં સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,

માનાં કપાળ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,

માનાં માથાં સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments