Monday, October 21, 2024
HomeGujarati Garbaઆતો મારા માજીના રથનો રણકાર (Aato Mara Majina Rath No Rankar Garba...

આતો મારા માજીના રથનો રણકાર (Aato Mara Majina Rath No Rankar Garba Lyrics Gujarati – Mataji Na Garba)

આતો મારા માજીના રથનો રણકાર લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Aato Mara Majina Rath No Rankar Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

આતો મારા માડીના રથનો રણકાર Lyrics in Gujarati

આતો મારા માજીના રથનો રણકાર
રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માડીના રથનો રણકાર
રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે…


રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
ઝમકંતા ઝાંઝરનો ઝીણો ઝણકાર,
ઝીણો ઝણકાર
આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે…


ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધમકંતા ઘુઘરી નો ઘેરો ઘમકાર
ઘેરો ઘમકાર
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે…


ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
દિવ્ય દેવી તેજનો જ્યોતિ ઝબકાર
જ્યોતિ ઝબકાર
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે…


રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
મારી મા અંબા નો જય હો જયકાર
જય હો જયકાર
આવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments