કોઈ રાજપરા જઈને મનાવો | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્ય (Koi Rajpara Jaine Manavo Lyrics Gujarati | Mataji Na Garba| Bhakti Sandhya)
કોઈ રાજપરા જઈને મનાવો Lyrics in Gujarati
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી માટેલ વાળીને મનાવો જગ જનની
ખોડિયારમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
ભાવેના શેરની ભાગોળે શોભતું
રૂડું રાજપરુ ગામ
મનના મનોરથ ફળશે માનવીઓ
ધરા તાંતણીયે જાવ
તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
ભેળીયા વાળી સદા ભેળે રેતી
સમરે દેતી સાય
ખમકારો કરીને આવે માં ખોડલી
નીકળતા અંતર નાદ
તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે, ખોડલમાં ખમકારે…
અંબા ભવાની જેવી સાતે બેનડીયું
કરવા આવીયુ રે કામ
હો પાળે આવીને માનતા કરે એની
હૈયાની પૂરતી રે હાશ
તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
Navratri Mataji Gujarati Garba Lyrics: