Tuesday, December 3, 2024
HomeGujarati Garbaસાચી રે મારી સત ભવાનીમાં (Sachi Re Mari Satre Bhavani Ma Garba...

સાચી રે મારી સત ભવાનીમાં (Sachi Re Mari Satre Bhavani Ma Garba Lyrics Gujarati – Mataji Na Garba)

સાચી રે મારી સત ભવાનીમાં લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Sachi Re Mari Satre Bhavani Ma Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

સાચી રે મારી સત ભવાનીમાં Lyrics in Gujarati

સાચી રે મારી સત્ય રે ભવાનીમાં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
નવ નવ રાતના નોરતા કરીશમાં,
પૂજાઓ કરીશ માં,
ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ,
સાચી રે મારી સત્ય રે…


જ્યોતિ માં એક તારી છે જ્યોતિ
તારા સત નું ચમકે રે મોતી
શ્રદ્ધા વાળા ને તારુ મોતી મળે રે માં,
માડી રે …


તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં
હું તો તારા પગલા ચુમીશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે…


તું તરનાર ની તારણહારી,
દૈત્યો ને તે દીધા સંહારી,
શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં
માડી રે …


મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં
હું તો તારા વારણા લઈશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments