લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Lavo Kankudiya Ne Chokhliya Pilavo Re Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)
લાવો કંકુડિયા ને ચોખલીયા Lyrics in Gujarati
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે,
આરાસુર થી અંબે માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે,
રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે.
એ રે ચોખલિયા પાવાગઢ મોકલાવો રે
પાવાગઢ થી મહાકાળી માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે