Monday, October 21, 2024
HomeGujarati Garbaગબ્બરના ડુંગરે જઈને તું બેઠી (Gabbar Na Dungare Jaine Tu Bethi Garba...

ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી (Gabbar Na Dungare Jaine Tu Bethi Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Gabbar Na Dungare Jaine Tu Bethi Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી Lyrics in Gujarati

હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
હે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
ગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠી
આવ ને ઘડીક હેઠી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
અરે નોરતાની રાત આવી નોરતાની રાત…


એ અંબા બહુચર ને આવો મહાકાળી
અંબા બહુચર ને આવો મહાકાળી
રમવાને રંગતાળી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત…


એ હાજર થાજો રે મારી માતા હિંગળાજ
મોગલ સોનલ માં રમવા આવો આજ
એ મોમાઈ રવેચી આવો આશાપુરા માં
ખમકે ખોડલ આવો સાતે બેની સાથ
એ હાકલ કરતી ને ધરણી ધ્રુજાવતી
હાકલ કરતી માડી ધરણી ધ્રુજાવતી
આવો ને રુમ ઝૂમ રમતી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નવલી નવરાત…


હે ગરબો લઇને માથે આયા જોગમાયા
હરસધ્ધ ભવાની સાથે ચામુંડાને લાવ્યા
હો નવલાખ તારલાને ચાંદો પડે ઝાંખો
મળી સૌ દેવીઓને ચોક ભર આખો
એ માંડવીમાં દીવડા જગમગ થાતાં
માંડવીમાં દીવડા જગમગ થાતાં
મનુ રબારી ગુણ ગાતા રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments