ચોટીલા વાળી ચંડી ચામુંડા લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Chotila Vali Chandi Chamunda Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
ચોટીલા વાળી ચંડી ચામુંડા Lyrics in Gujarati
ચોટીલા વાળી ચંડી ચામુંડા,
બોલાવે તમને બાળ ચામુંડા ચાલો ચાચરમાં
ચાચરના ચોકમાં ને ગબ્બર ના ગોખમાં
ચામુંડા ચાલો ચાચરમાં…
દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા,
ભક્ત જનો ના સંકટ નિવાર્યા
ઋષિ મુનીઓ જાય ગાય,
ચામુંડા ચાલો ચાચર માં
ચોટીલા વાળી ચંડી ચામુંડા,
બોલાવે તમને બાળ
ચામુંડા ચાલો ચાચરમાં…
ઘેરાયા વાદળ વિપદની જાળે
સિંધમાં જેસર ધરણી જયારે
નવઘણ ને કીધી સહાય,
ચામુંડ ચાલો ચાચર માં
ચોટીલા વાળી ચંડી ચામુંડા,
બોલાવે તમને બાળ
ચામુંડા ચાલો ચાચરમાં…
વાતડી જોતા થાકી છે આંખડી,
વીતી છે રાતડી ને દુબે છે નાવડી
બાળકની વાહરે તું થાય,
ચામુંડ ચાલો ચાચરમાં
ચોટીલા વાળી ચંડી ચામુંડા,
બોલાવે તમને બાળ
ચામુંડા ચાલો ચાચરમાં…
ધીરજ ખૂટીને મારું મનડું મુંઝાય છે,
મધ દરિયે નાવડી અથડાય છે
દોડી આવો તારા દ્વાર,
ચામુંડા ચાલો ચાચરમાં
ચોટીલા વાળી ચંડી ચામુંડા,
બોલાવે તમને બાળ
ચામુંડા ચાલો ચાચરમાં…