અમર તું રાખજે માં લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Amar Tu Rakhje Maa lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
અમર તું રાખજે માં Lyrics in Gujarati
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો
બીજું કોઈ જોઈએ ના માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો
સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી
પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી
અભિલાસ પૂરજો માં માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં…
ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો
હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો
અવિચર રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં…
ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો
સેથો પુરયો છે માં અદભુત રંગ નો
અખંડ એ રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં…
અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો
પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો
આટલું તો આપજો માં માં મારો ચુંડી ને ચાંદલો
અમર તું રાખજે માં…